ગાંધીગીરા ને ઉપાડનાર તું,
મોહન થી મહાત્મા થા,
સત્ય ની સાક્ષીએ હથિયાર અહિંસા તારું ખરું છે.
ફરતા ચરખા ની માથે ગુલામી ની ગૂંચ ઉકેલી સત્ય ની જ્યોત જગાવ,
સ્વચ્છતા તારી ઈમાન નો ભાગ છે
અરે! આ કચરો ફેંકી ક્યાં જાય છે?
પોતડી માં ખુશ છું ને આ પેન્ટ-શર્ટ થી ક્યાં અભરાવે છે.
સત્યાગ્રહ ના સમરાંગણ માં સાથ છોડી ક્યાં જાય છે?
અજ્ઞાનતા ના અખાડે હિંમત ફરી જીતી જાય છે.
ચળવર તારી ચાવી જેવી ગુલામી ને ખોલી ગઈ,
અંગ્રેજો ના હાથેથી આઝાદી ને છીનવી ગઈ.
#- શુન્યની કલમ -#