કહો કેમ રે રમું રે હવે રાસ.
નોરતામાં પડે વરસાદ
ઓ માવડી નોરતામાં પડે વરસાદ
ગરબી ચોકમાં ઊગી ગયું છે ઘાસ
નોરતામાં પડે વરસાદ
ઓ માવડી નોરતામાં પડે વરસાદ
કાદવ ને કીચડથી ભર્યો તારો ચોક પણ
ઘરમાં પુરાઈ ગયા છે આજ બધા લોક પણ
જોને ગરજી રહ્યું છે આકાશ.
નોરતામાં પડે વરસાદ
ઓ માવડી નોરતામાં પડે વરસાદ
રેઇનકોટ પહેરી શું ગરબા રમવાનું?
તુંય નથી કહેતી વરસાદને ખમવાનુ.
રાસે રમનારી બાળા છે ઉદાસ.
નોરતામાં પડે વરસાદ
વાર ને તિથિ તને યાદ તો છે ને?
હોય જો યાદ તો જવાબ તું દે ને.
હવે આવી રહ્યો છે કયો માસ?
અરે આવી ગયો છે આસો માસ
નોરતામાં પડે વરસાદ
......જયપ્રકાશ સંતોકી