આપણે કાંઇ ઝાઝા દૂર તો નથી જ
હા! સાત કદમોની તો છે એ દૂરી..!
નજરોના તાર જો મળે,
શરૂઆત થાય ...
નજરો ટકરાય,કદાચ! અસર ન પણ થાય!
બીજી તક આપજે ,
પાછું વળીને જોયાની...
ત્રીજાં ડગલે સાવ ઓછો આંકીને મળી લેજે..
રૂપની રાણી પરિચયમાં..
સરખામણી વગર ચાર ડગલાં ચાલી લેજે સાથે,
પાંચમાં ડગલે મને કાંઈક વધું જ પામીશ ...
તે ધાર્યો એથી તો વિશેષ જ વળી..
તારા હાથ ને ઝંખ્યો જ્યાં જે ડગલે
એ પછી તો હશે આપણાં બંનેનું સાતમું ડગલું...!!!!
#આછંદાસ