???મિત્ર તારી મિત્રતા....???
હું ઝંખતી હતી મિત્રતા...
શોધતી રહી એવો મિત્ર જે મિત્ર બની રહે...
અને મિત્ર જડ્યો પણ હિરા જેવો જ મને...
હું અને મારો મિત્ર ધણી વાતો કરાતાં થયા...
પોતાનું દું:ખ એક મેક ને વહેચતા થયા...
મિત્રતા સારો સાથ આપી રહી હતી એકમેક ને....
પણ અચાનક તુટી આ મિત્રતા...
મિત્રતા પછી પ્રેમની લાગણી સહજ બની જાય....
મિત્ર અંત સુધી મિત્ર બની રહે એજ મુસ્કેલ થઈ જાય....
હું માની શકું તારો કોઇ વાક નથી મિત્ર એમાં....
પણ દિલ મારું તો દુભાયુ જ ને મિત્રતામાં....
ભલે તારા બસમાં ન હતી આ લાગણી ને રોકવી...
પણ તારે અને મારા શુધીતો ના લાવી હતી....
હુ સમજવા છતાં અણસમજ રેહવા માગતી હતી...
ફક્ત આપણી મિત્રતા ટકાવી રાખવી હતી...
તારી વાત પણ એ સાચી જ હતી.....
આ લાગણીઓ ક્યા સુધી છુપાવાની હતી...
એણે કરી દીધો પ્રેમનો પ્રસ્તાવ.....
અને ત્યાજ થયો અમારી મિત્રતાનો વિનાશ....
શું કહી શકુ મિત્ર તને કોઇ વાક તારો ન હતો...
પણ તારી વાતમા સાચી હકિકત હતી...
ભલે તુ દુર થયો મિત્રતામાં પણ....
હવે ડગલે પગલે બને છે એવુ...
ત્યારે તારી જ યાદ પેહલી આવે છે...
કે મિત્ર તારી મિત્રતા સૌવ થી ન્યારી હતી.....