કસ્તૂરી મૃગ છીએ આપણે સૌ અહીં
સુગંધ ફેલાય જો અંતરમને સૌ મહી
ઈર્ષ્યા,અહમ,અદેખાઈની અડોઅડમાં
રાચતો સમાજ જુએ છે બધું દંગ રહી
પારકા,પોતાના,સગાં,મિત્રો આવે બધા
મળે સર્વ મોરવણ બની ને જામે દહીં
સમજ,સંસ્કૃતિ ને સંસ્કારના વિસ્તારે
રચાય એ માનવ પણ માને કોઈ નહી
રહ્યે જો આપણે હળીમળીને પ્રેમથી,
ભીતરના આ ભાવ સર્વના જશે વહી