ગઝલ/ ફકત એક જ....
ફકત એક જ નજરથી જોઇએં છે.
અને મોંઢુ ભરીને બોલીએં છે.
મફત,સસ્તું, મળે છે જે દિશામાં,
સુણીને એ દિશાએ દોડીએં છે.
તમારા કર્મને જો, ના જુઓ તો,
ચડીને છાપરે જઇ બોલીએં છે.
ખુશીનું શું જરા મોજું ઊછળ્યું!,
પ્રચારોની નજરમાં મ્હોરીએં છે.
ઈશારો એક રસ થઇ જાય ત્યારે,
પછી અસ્તિત્વને પણ ખોઇએં છે.
બગલમાં હોયને પાગલ બનીને,
એ વસ્તુને જગતમાં શોધીએં છે.
સમયસર,નિયમિત ,સચ્ચાઈનીયે,
કબર એની ક્ષતિની ખોદીએં છે.
સિદ્દીકભરૂચી.