એટલે થઈ ગયો આંખનો તોર ચીડચીડિયો,
સ્વપ્નના તાલુકે કામ કરતો નથી ટી. ડી. ઓ.
વણકહી વાતનો અર્થ ઊંચો ઘણો હોય છે,
પહોંચવું હોય ત્યાં તો ચડો મર્મની સીડીઓ.
ક્યાંય સખણો ઊભો કેમ રહેતો નથી હે વિચાર!
બોલને ! પગ ઉપર બહુ ચડે છે તને કીડીઓ?
તું ન હો તો જીવન કેટલું આકરું નીવડે ,
એ વિશે મન બતાવ્યા કરે છે મને વીડીઓ.
કાનથી પી જુઓ, ધ્યાનથી પી જુઓ, આ રહી;
લો અનિલ ચાવડા બ્રાન્ડની કાવ્યમય બીડીઓ.
~ અનિલ ચાવડા