પ્રીત
પ્રીત પ્રિયતમ તણી
હરરોજ લાગે મીઠી
હરિ ભજું ભજન તણી
લગની લાગે ધણી...!
મીઠો સત્સંગ જાણી
હરરોજ લઉ પ્રેમથી ભેટી
હરિ તુને અર્પું જીવન ગુણી
તુજ લેનાર દેનાર ધણી....!
*પ્રીત* કરી પામી તુજને
ન વિસરૂ મુજ એ ઘડી
હરિ કૃષ્ણ રામ કે શીવ..
શોભે રાધા સીતા કે પાર્વતી
આજ *પ્રીત* થકી...।
આત્મ ખોજ પણ તુજ
*પ્રીત* સંગ હે હરિ..
હે હરિ...???.
જયશ્રી.પટેલ
૧૩/૯/૧૯