ફાટેલું ખિસ્સું.....
ફાટેલું ખિસ્સું ને ફાટેલું ગજવું,
લઘરવઘર છે એના ફાટેલાં વેહ,
એક્કેક કોડ જે આંખોમાં આંજેલા,
પુરા ન થાય તો કેમ રે છૂટે દેહ?
પરવશ થઈ એ ઉભો પરસાળે,
દ્વારે દ્વારે જેને મળેલ છે ઠેહ,
એક્કેય ફળિયું ક્યાય કોરું ના જડે,
એનાજ આંગણે કા વરસે ના મેહ !
લઇ ફરિયાદ કે હવે ક્યાં જાય !
તારા જેવા જગતમાં ક્યાં છે નેહ?
પડકાર્યા કરે એ રોજ નસીબ ને,
ખભે જ્યાં લહેરાય ખુમારીના ખેહ.
@ મેહૂલ ઓઝા