શિખરો જ્યાં સર કરો ,
ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો .
પણ ગામને પાદર એક પાળિયો ,
એમને એમ ના ખોડી શકો .
ડરાવી ધમકાવી ઈન્સાનના ,
બે હાથને જોડવી શકો .
પણ ઓલા કેસરીના પંજાને ,
તમે એમ ના જોડવી શકો
કહે દાદ આભમાંથી ખરે ,
એને છીપમાં જીલી શકો
પણ ઓલ્યું આંખમાંથી ખરે ,
એને એમ ના જીલી શકો .
? રચના સિરમૌર કવિ શ્રી દાદ બાપુ