સંતાડું.....
કાગળ લખું ને કાગળ ફાડું
મુજને મુજથી આમજ સંતાડું.
મારામાંથી તું બહાર આવ્યા કરે,
આયનાને દ્રશ્ય સીમિત જ બતાડું.
અરમાન ઉરના ઓલવાઈ ના જાય,
એટલી હદે જો હું જાતને જગાડું.
મારાં આભનો ચંદ્ર બસ તુજ હો,
સૂર્યને એટલે જ હું રોજ ભગાડું.
પ્રણય છે, કોઈ પ્રપંચ નહિ,
સોગઠાંની બાજી હું ના લગાડું.
@ મેહૂલ ઓઝા