કાપી મેં જે મંઝીલ, તેને જોઈ હાશ થાય છે.
જોઈ તેને મારી પાસે, અંદર અવાજ થાય છે.
તું જીવનનું અમૃત હોય, તો મને નશો થાય છે.
જીવાય જીવન તારી સાથે, મને સ્વાદ મનાય છે.
જો એક પળનું જીવન મારું, તું સમય થાય છે.
ના પામી શક્યો તને હું, તેનો અફસોસ થાય છે.
ગજબ છે આ દુનિયામાં, પ્રેમ એક્વાર થાય છે.
"અજ્ઞાની" તારા પ્રેમગ્રંથનાં પાનાં, ધૂળ થાય છે.