' અર્થસભર વાર્તા ' ????? આલોક નાણાવટી લાકડીના સહારે ધીમેં પગલે પોતાના જ ઘરમાં , પોતાની બનાવેલી નાનકડી લાઇબ્રેરીમાં સજાવેલ અર્થસભર પુસ્તકોની દુનિયાને જોવા કબાટ ખોલ્યો .... ચશ્માની દાંડી સરખી કરતા એક પછી એક પુસ્તકને નિહાળતા રહ્યા . એક પુસ્તકને કાઢી અંદરના શબ્દોને વાંચવાનો પ્રયત્ન કર્યો . પુસ્તકના એક પાને સુકાયેલ લાલ ગુલાબના ફૂલની પાંખડીઓની સુગંધ આલોક નાણાવટીના હૃદયમાં અને પુસ્તકના પાના પર હજુ પણ એ સુગંધ એમને એમ અકબંધ હતી . આજના છાપામાં અવસાન નોંધમાં વાચેલું નામ..... ' શ્રુતિ અજમેરા ' આલોક નાણાવટીનો કોલેજકાળનો એ પ્રથમ પ્રેમ .....અને પુસ્તકમાંથી સરી પડેલ ગુલાબની પાંખડીઓ સાથે પુસ્તક પર સરી પડેલા અશ્રુઓ... જિંદગીને અર્થસભર કેવી રીતે બનાવી શકાય એ શીખવામાં પુસ્તકોનો તો ઢગલો થઈ ગયો . પણ એકલા જ જિંદગી જીવવા કાયમ જજુમતા ' આલોક નાણાવટી યૌવનકાળથી વૃદ્ધાવસ્થા સુધી નર્યું એકાંત , નિઃશબ્દ...