ઈશારો.......
શીતળ લહેરાય છે સમંદરનો કિનારો,
ભ્રમર મંડરાય ડોલતાં ફૂલનો ઈશારો.
ફૂલોની મહેકાય મૌસમી પવનની લહેરો,
પતંગા ઉડે બાગમાં ખીલેલા ફૂલનો ઈશારો.
મારી આંખે ના નજરાય નિસર્ગનો નજારો,
આપજે એવી નજરને મારી, એક ઈશારો.
જોયો છે એક બાદશાહ કુતુબનો મિનારો,
ત્યાં જવા સુધી જરૂરી છે એક ઈશારો.
કરવા છે જીવનમાં ઘણા વિહારો,
મળી જાય જો સાચો મુજને ઈશારો.
રમણીય આ પ્રકૃતિને આજ નિહાળો,
આપે છે ભેટ જીવનને કુદરતનો ઈશારો.
જિંદગી જીવાય મળતા એકમેકનો સહારો,
"રાહી" મળે મંઝિલ મળતા ઈશનો ઈશારો.
- પરમાર રોહિણી " રાહી "