ગૃહના વડામાં ગણેશજી જેવા ગુણો હોવા જોઈએ, તો જ પરિવાર સુખી રહે છે. ઘરના વડાનો સ્વભાવ ગંભીર હોવો જોઈએ. ગણેશજીનું માથુ હાથી જેવું અને ધડ મનુષ્ય જેવું છે, એટલે કે વ્યક્તિની બુદ્ધિ હાથીની જેમ ગંભીર હોવી જોઈએ. ઘર અને પરિવાર સાથે જોડાયેલી દરેક બાબતો પર ગંભીરતાથી વિચારવું જોઇએ. હાથી કાળજીપૂર્વક વિચાર્યા પછી જ કંઈપણ કામ કરે છે. હાથી જલ્દી ગુસ્સે પણ થતો નથી. દરેક વ્યક્તિએ આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. હંમેશાં ધૈર્ય રાખો અને હાથીની જેમ શાંતિથી કામ કરો. ગણેશજીનું વાહન ઉંદર છે. ઉંદર હંમેશા છુપાયેલું રહે છે. જ્યારે પણ તેને ભૂખ લાગે છે, ત્યારે તે બહાર આવે છે અને તેનું કામ કર્યા પછી તરત જ છુપાઈ જાય છે. એ જ રીતે, ઘરના માલિકે પણ તેની યોજનાઓને ગુપ્ત રાખવી જોઈએ. હંમેશા યોજનાઓ પ્રમાણે કામ કરો. તમારી યોજના કોઈને ના કહેશો. ઉંદર તેનું કાર્ય મૌનથી કરે છે, તે જ રીતે પરિવારની સુખ અને શાંતિ માટે મોભીએ પોતાનું કાર્ય શાંતિથી કરતા રહેવું જોઈએ.??