તારું મારી પાસે હોવાનો મને એહસાસ છે
તારું મારી સાથે હોવાનો મને એહસાસ છે
હજી તારી બાહોમા હોવાનો મને એહસાસ છે
હજી તારા હોઠ ના સ્પર્શ નો મને એહસાસ છે
થયા હતા વિલીન એકબીજામાં એ એહસાસ છે
વગર મળ્યે માણેલી મધુરરજનીનો એહસાસ છે
તારા હાથમાં મારો હાથ હોવાનો હજી એહસાસ છે
તારા શ્વાસમાં મારા શ્વાસ પૂરવાનો હજી એહસાસ છે
હજી એજ તારી સુગંધથી પ્રફુલ્લિત થયાનો એહસાસ છે
હજી તો પહેલી જ વાર મળ્યા હોઈએ એવો એહસાસ છે
તારી જુદાઈ ની તડપન નો મને પૂરેપૂરો એહસાસ છે
તારા વિરહમાં પણ તારી જ રહેવાનો એહસાસ છે
મને તો હજી તારી હરેક વાતો નો એહસાસ છે પણ,
શું માધવને એની રાધાના સહવાસનો એહસાસ છે?
-કુંજદીપ