Gujarati Quote in Motivational by Jagdish Manilal Rajpara

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યોતિષ શાસ્ત્રમાં કુંડળીનું ખાસ મહત્વ છે. લગભગ દરેક પરિવારના સભ્ય તેમના ઘરે બાળક જન્મે એટલે તેનો જન્મસમય, જન્મદિવસ અને જન્મસ્થળ નોટમાં નોંધી રાખે છે. આમ કરવાનું કારણ એ છે કે તેઓ બાળક થોડું મોટું થાય એટલે તરત પોતે જે પણ જ્યોતિષમાં વિશ્વાસ રાખતા હોય છે તે જ્યોતિષ પાસે જઇને બાળકની કુંડળી બનાવી આવે છે. આ કુંડળી બને તે સમયે જ્યોતિષ તે બાળકનાં માતા-પિતાને જણાવે છે કે તેની કુંડળીમાં કયો ગ્રહ મજબૂત છે અને કયો ગ્રહ નબળો છે.

જે ગ્રહ મજબૂત હોય તે મુજબ તેનું ભવિષ્ય કેવું હશે. અને કુંડળીમાં જો કોઇ ગ્રહ નબળો હોય તો તેની અસર આગળ જતાં તેની પર શું થશે તે વિશે પણ જણાવશે. એટલું જ નહીં તે નબળા ગ્રહને મજબૂત બનાવવા શું કરવું જોઇએ તે વિશે પણ બાળકનાં માતા-પિતાને માહિતગાર કરતાં હોય

આનો એક ઉપાય એટલે નબળા ગ્રહને મજબૂત કરવા રત્ન ધારણ કરવું. રત્ન માણસના ગ્રહોની સ્થિતિને ઠીક કરવાનું કાર્ય કરે છે. જોકે જાતકની કુંડળીમાં માણેક રત્નને બધાં જ રત્નનો રાજા માનવામાં આવ્યો છે. મતલબ કે આ અનમોલ રત્ન છે. આ રત્ન સૂર્ય ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. જો તમારી કુંડળીમાં સૂર્ય ગ્રહ નબળો હોય તો તમારે જ્યોતિષની સલાહ અનુસાર આ રત્ન ધારણ કરવું જોઇએ.

કઈ રાશિવાળાએ પહેરવો માણેક?

જે જાતકોને મેષ, મિથુન, કન્યા, વૃશ્ચિક, ધનુ, મીન રાશિ લગ્નના સ્થાને હોય તેમણે સૂર્યની શુભ સ્થિતિ માટે માણેક રત્ન પહેરવું જોઇએ.

ક્યારે પહેરવું આ રત્ન ?

માણેક રત્ન શુક્લ પક્ષના રવિવારે સવારે ૯ઃ૧૫થી લઇને ૧૧ વાગ્યા સુધીમાં ધારણ કરી લેવું જોઇએ. આ વાર અને સમય રત્ન ધારણ કરવા માટે શ્રેષ્ઠ છે.

આ રત્ન ધારણ કરતી વખતે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું?
રત્નજગતમાં માણેક રત્નમાં બર્માના માણેકને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવ્યા છે. આનો કલર દાડમના દાણા જેવો રાણી કલરનો ઘેરો અને સુંદર તેમજ પારદર્શક હોય છે. આની કિંમત તેના વજન મુજબ અલગઅલગ હોય છે. માણેક રત્નમાં જો તમે બર્મા માણેક રત્ન લેવાની ઇચ્છા રાખતા હોવ તો તેની કિંમત સૌથી વધારે હોય છે, બાકી બેંગકોક અને કરુરનું રત્ન પણ બજારમાં મળે છે. જેની કિંમત પ્રમાણમાં ઘણી ઓછી હોય છે. આમ, બજારમાં આ રત્ન લેવા જાવ તો ૧૦૦ રૂપિયાથી તેની કિંમત શરૂ થાય છે. જ્યારે બર્માના માણેકની કિંમત એક કેરેટની હજાર રૂપિયાથી શરૂ થતી હોય છે. આ રત્નમાં એક કેરેટ ૨૦૦ મિલીગ્રામનો હોય છે.

બીજાં કયાં રત્ન સાથે પહેરવો ?

માણેક રત્નને તમે મોતી સાથે પહેરી શકો છો. મોતી સાથે પહેરવાથી તમારી કુંડળીમાં ર્પૂિણમાનો યોગ બને છે. જ્યારે પુખરાજ સાથે પહેરવાથી તમને ઔદ્યોગિક ક્ષેત્રે ઘણી પ્રગતિ મળે છે. ઘણાં જ્યોતિષો કાર્યસ્થળે પ્રગતિ માટે માણેક અને મૂંગા રત્ન સાથે પહેરવાની સલાહ પણ આપે છે. કુંડળીમાં જેને વૃષભ લગ્નમાં કેન્દ્ર ચતુર્થ સ્થાને હોય તેમણે સૂર્યની સ્થિતિ પ્રમાણે આ લગ્નના જાતકોએ માણેક ધારણ કરવો.
તેઓ માણેક ધારણ કરશે તો તેમના વૈવાહિક જીવનમાં આવતાં વિઘ્નો ટળી જશે. તમે માણેકને પન્ના સાથે પણ પહેરી શકો છો. પન્ના સાથે પહેરવાથી કુંડળીમાં બુદાદિત્ય યોગ બને છે. આ યોગ બનવાથી માણસની બુદ્ધિ શાર્પ બને છે ને તે તેના બુદ્ધિચાતુર્ય વડે અનેક સફળતા પ્રાપ્ત કરી શકે છે. યાદ રાખો, કે માણેક સાથે નીલમ કે ગોમેદ રત્ન ક્યારેય ધારણ ન કરવાં. આમ કરવાથી તમારે જીવનમાં ઘણી જ પડતીનો સામનો કરવો પડશે, વળી માણેકની શુભ અસર તમારી કુંડળી પર પણ નહીં પડે.

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111249906
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now