એવું નથી કે હું થાકીને બેઠો છુંં.
આવશે ઇ રાહ તાકીને બેઠો છું.
આજ નહી તો કાલ આવશે,
જશે ક્યાં,આશ એ રાખીને બેઠો છુ.
કહેવાનું રહી ગયું બાકી ઘણું,
કેટલુંય,દિલમાં હું દાબીને બેઠો છું.
નહી ચાલે ઝાઝો વખત એને પણ,
હુંય ધીરજ એની માપીને બેઠો છું.
એવું નથી કે હું થાકીને બેઠો છું,
આવશે,ઈ રાહ તાકીને બેઠો છું.