મારી નાવ ને કિનારે થી
મઝધાર મોકલી દે
તે દુનિયા છે
મારી મઝધાર માં
ફસાયેલી નાવ ને
કિનારે લાવે તે
મારો કૃષ્ણ છે
મારી હસતી આંખો ને
રડાવી જાય તે
દુનિયા છે
મારી રડતી આંખો ને
હસાવી જાય તે
મારો કૃષ્ણ છે
મારી સાથે સ્વાર્થ નો
સંબધ રાખતી જાય તે
દુનિયા છે
મારી સાથે નિસ્વાર્થ
સંબધ રાખતો જાય
તે મારો કૃષ્ણ છે
મારા કહેવા છત્તા
જે ના સમજે મારી હાલત
તે દુનિયા છે
મારા કંઈ પણ કીધા વગર
બધું સમજી જાય તે
મારો કૃષ્ણ છે
મારું સઘળું, સર્વસ્વ
મારો કૃષ્ણ જ છે?