ફંડ (માઇક્રો ફિક્શન)
"સત પર થી ભારે પાણી ટપકે સે, સાહેબ. ને ઉનારા માં ધુર ને તાપ થી ડોહી ની હાલત બગડી ઝાય સે. પિલાસ્તિક ના પાલ થી બહુ વાર હાંધ્યું, પણ ફાટી ઝાય સે. પાંસ સો પંદર સો ની ય સહાય થઈ ઝાય તો સિરમેટ ના પતરા નાખી દઈ. બવ મેરબાની સાહેબ."
"વાત સાચી, પણ આ વરસની સહાય નું ફંડ તો પૂરું થઈ ગયું, આવતા ચોમાસે આવજો."
કચેરી ની બહાર પ્રાંગણ માં ગાંધીજીની પ્રતિમા પર પાકી કોંક્રિટ સ્લેબ નું કામ ચાલી રહ્યું હતું, જેથી પ્રતિમાને વરસાદ અને તાપ થી બચાવીને આદર કરી શકાય.
સદાય હસતી રહેતી મહાત્માની એ પ્રતિમાનું હૃદય આંસુ સારી રહ્યું હતું.
- હાર્દિક રાયચંદા (તા. ૦૩/૦૯/૨૦૧૯)