༺꧁નારી ꧂༻
મંગળ ફેરા કાજે જપાત રે'વાનું
તો એ તમને આમ જ ગમતા રે'વાનું ?
સાજન , સંતાન , પરિવાર માટે પણ નિત્ય સાથ આમ જ દેતા રે'વાનું ?
ભુવન , ભણતર , જણતર , ગણતર કરતા રે
સંબંધે બાથ ભીડી લડતા રે'વાનું ?
વ્રત , વાર , તહેવાર , જાપને જગન કરી સ્વામી ભાળે અખંડ જપતા રે'વાનું ?
જોને બાળક આવ્યે વધામણા થાયે બાળા આવ્યે દોષ દેતા રે'વાનું ?
બાળા થી જનેતાની સફળ જીવન તણી નારી નારાયણી ને લડતા રે'વાનું ?
ભૂલો હોય કે હોય ભલામણ ઉમદા
"નારી" શક્તિ સ્વરૂપાને આમ સહેતા રે' વાનું ?