વિંછીયાના પીપરડી ગામની સીમમાંથી રૂ.19.25 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે પ ઝડપાયા : રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.ના પીઆઇ મહેન્દ્રસિંહ રાણા સહિતના સ્ટાફની સફળ કામગીરી
(કશ્યપ જોશી) : રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણાએ જીલ્લામાં દારૂ તથા જુગારની બદી નેસ્તનાબૂદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને એલ.સી.બી. પો.ઇન્સ.મહેન્દ્રસિંહ એન.રાણા,
પો.સબ.ઇન્સ એચ.એ. જાડેજા તથા સ્ટાફ ના માણસો વિંછીયા પો.સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન એ,એસ,આઇ. પ્રભાતભાઇ બાલાસરા, પો.કોન્સ. રહીમભાઇ દલ, તથા હિતેશભાઇ અગ્રાવતના ઓને સંયુક્ત બાતમીના આધારે હકિકત મળેલ કે
વિંછીયા પો.સ્ટે.ના પીપરડી ગામની સીમમાં આવેલ અમૃત મીની ઓઇલ મીલમાં વિદેશીદારૂના જથ્થાનું કટીંગ થઇ રહ્યું છે.
જેના આધાર હકીકતવાળી જગ્યા એ પહોંચતા કટીંગ ચાલુ હોવાનું જણાય આવતા રેઇડ કરી કાયદેસરની કાર્યવાહી કરી વિંછીયા પો.સ્ટે. ગુન્હો દાખલ કરેલ છે.
પોલીસે અરવિંદભાઇ મગનભાઇ રાજપરા, જાતે-કોળી, ઉ.વ.-૩૫, રહે જસદણ રોડ, બગીચા સામે, પેટ્રોલ પંપની સામે, વિંછીયા,
શિવરાજ ઉર્ફે શીવકુભાઇ જેઠુરભાઇ કરપડા, જાતે-કાઠી દરબાર, ઉ.વ-૩૬, રહે.રેફડા તા.બરવાળા જી.બોટાદ,
પ્રતાપભાઇ આલુભાઇ ગોવાળીયા, જાતે-કાઠી દરબાર, ઉ.વ. ૩૬ રહે રાયપર હોળાયા રસ્તા ઉપર તા, ગઢડા સ્વામીના જિ. બોટાદ, હરેશભાઇ કનુભાઇ સુમણીયા, જાતે-અનુજાતી, ઉ.વ-ર૭ રહે કેરાળા નવાપરા તા. ગઢડા સ્વામીના જિ. બોટાદ તથા લાલજીભાઇ ગલાભાઇ લીમડીયા, જાતે-કોળી, ઉ.વ-૨૩ રહે. રેફળા તા. બરવાળા જિ. બોટાદ વાળા એમ પાંચેયને (૧) વિદેશી દારૂની કુલ પેટી-૩૧૮, બોટલ નંગ-૩૮૧૬, કીમત રૂપિયા ૧૪,૧૮,૪૦૦/
(૨) ચેવરોલેટ એન્જોય કાર કિં.રૂ. ૨,૦૦,૦૦૦/
(3) મારૂતિ સ્વીફટ કાર કિ.રૂ. ૧,૮૦,૦૦૦/
(૪) અલ્ટો કાર કિ.રૂ. ૧,૦૦,૦૦૦/
(૫) મો.સા નંગ-૧ કિ.રૂ. ૧૦,૦૦૦/
(૬) મોબાઇલ ફોન નંગ-૮ કી.રૂ. ૧૬,૫૦૦
મળી કુલ રૂપિયા ૧૯,૨૪,૯૦૦/ના સાથે ઝડપી લીધા હતા.
કામગીરી કરનાર ટીમ PI શ્રી એમ એન.રાણા,
PSI શ્રી એચ.એ.જાડેજા, ASI પ્રભાતભાઇ બાલાસરા, HC રવિદેવભાઈ બારડ, HC બ્રીજરાજસિંહ જાડેજા, HC અનિલભાઇ ગુજરાતી, PC જયેન્દ્રસિંહ વાઘેલા PC મયુરસિંહ જાડેજા, PC રહિમભાઇ દલ, PC હિતેશભાઇ અગ્રાવત, PC મેહુલભાઇ બારોટ
PC મનવીરભાઇ મિયાત્રા, PC ભાવેશભાઇ મકવાણા, .ASI અંબુભાઇ વિરડા, PC ભીખુભાઇ ગોહિલ વિગેરે રોકાયા હતા.
(તસ્વીર, અહેવાલ: કશ્યપ જોશી, પત્રકાર, રાજકોટ)