અસલ સોનાની પરખ ફકત સોની જ કરી શકેછે...તેમ કોઇ પણ કલાની પરખ બસ ફકત સાચો એક કારીગર જ કરી શકેછે...
દરેક નાના મોટા રેલવે સટેશન ઉપર મુસાફરો સામે પોતાનો જમણો હાથ ફેલાવીને પોતાના ઘરનુ ગુજરાન ચાલે તે માટે રુપીયો બે રુપીયાની ભીખ માગતી જેને આપણે એક ભિખારણ કહીશુ પણ આજની તારીખમાં તેને ભિખારણ શબદ તેને માટે વાપરવો તે યોગય તો ના જ કહેવાય કારણ કે આ જ બાઇને આપણા ગીતકાર ને ગાયક નામે હિમેશ રેશમીયા જી હા આજ કલાકારે તેની સાચી ગાયકી કલાને પારખીને તેમને પોતાની અગામી ફિલમ માટે આ બાઇને એક ગીત ગાવા માટે એક સંપર્ક કરયો છે...ગીતની કળીઓ મને જરા યાદ રહી નથી પણ તે મે સાભળીછે જરુર..એટલી મીઠુ ગીત ગાય છે જાણે એક બીજી લતા મંગ્ગેશકરનો જન્મ થયોછે..મધુર અવાજ કોકીલ કંઠ જાણે તમને તે અડધુ ગીત વારંવાર સાભળવાનુ મન થઇ જાય..જો તેનુ એ ગીત ફેમસ થઇ જશે તો તે હજારો કે લાખો રુપીયામાં રમતી થઇ જશે તેમાં કોઇ શક નથી..કહો કે તેની આખી જીદગીની કાયા પલટ થશે તેમાં બેમત નથી જ..
જબ ખુદા દેતા હૈ તો છપપર ફાડકે સબ દેતા હૈ..એ સાચુ જ છે.ગઇ કાલે જે આપણી પાસે પૈસાની ભીખ માગતી હતી તે જ એક દિવસ એસ યુ વી જેવી શાનદાર ગાડીમાં દેખાય તો નવાઇ ના પામશો કારણ કે દરેકનુ નસીબ એક દિવસ તો બદલાય જ છે કારણ કે દુખ કાયમ માટે દરેકનુ રહેતુ નથી તેવી જ રીતે સુખ પણ કાયમી રહેતુ નથી...જીદગીમાં સુખ ને દુખ એ તો આવયા જ કરેછે..જે સદાય એક જગયાએ રહેતુ નથી..
ઘણા લોકો પોતાની કલાને છુપાવેછે તેઓ કદી બહાર લાવવા માગતા નથી તેમને માટે મારો એક સંદેશ છે કે તમારી કલાને કદી છુપાવવી જોઇએ નહી બલકે તેને જાહેર જીવનમાં બહાર લાવવી જોઇએ દુનીયાને બતાવવી જોઇએ કદાચ પૈસા માટે નહી તો ફકત આપણા માટે..આપણા શોખ માટે તેને જાહેરમાં લાવવી જોઇએ..કારણ કે કલા એ કુદરતે આપેલી આપણને એક અનમોલ ભેટ છે..જેને દુનીયાના લોકોની સામે લાવવી જોઇએ..જેનો આપણે તેનો વધુ વિકાસ કરવો જોઇએ..બસ.
આજે દુનીયામાં કરોડો લોકો એવા છે કે તેમની એક સાચી કલા ને સાચી એક મહેનતા લીધે કરોડોપતિ કે અબજોપતિ બની ગયાછે..જેઓ મોટા મહેલોમાં એશોઆરામથી પોતાની જીદગી વિતાવેછે..ઝુપડપટટી માં ગીતો ગાતા કે નાટકો કરતા લોકો આજે આગળ આવી જવાથી અબજો રુપીયામાં આળોટે છે..માંઘી ગાડીઓમાં ફરતા થઇ ગયાછે કારણ કે તેમની પાછળ તેમની કલાનો એક મોટો સાથ હોયછે..જો નામ આપીશ તો એક આખુ પેઇજ લખાશે માટે એક બે થિયેટરમાં ફિલમ જોઇ આવશો ત્યારબાદ તેમની પાછલી જીદગીના પેઇજ(પાના) વાંચી જશો તો તમને તેમનો પાછલો આખો ઇતિહાસ ખબર પડી જશે કે તેમને તેમની પાછલી જીદગીમાં કેવા દિવસો જોયાછે ને વિતાવ્યાછે!!!