કેવો કરુણ પ્રસંગ છે આ..
આસામ રાજયની બોર્ડર ઉપર આતંકવાદી મુઠભેડમાં વડોદરાના બીજા યુવાન સૈનિક નામે સંજય સાધુ હવે આપણી વચ્ચે રહયા નથી...આપણા દેશ માટે તેઓ શહિદ થયા છે..પત્ની ને ત્રણ નાના નાના બાળકોને એકલા અટુલા મુકીને આ ફાની દુનીયાથી તેઓ હવે દુર ચાલ્યા ગયાછે..તેમના અવસાનથી તેમના પરિવાર ઉપર એક આધારનો ટેકો હવે ચાલ્યો ગયોછે..ભગવાન તેમના પવિત્ર આત્માને શાન્તિ આપે તેવી આપણા સૈની દિવ્ય શ્રધાજલી..
બે નાની બેબીને એક સૈથી નાનો બાબો આજ તેમના પિતા વગર એકલા પડી ગયાછે ભવિષ્યમાં તેમને અનેક સહારો તો મળી રહેવાનોછે પરંતુ જે સહારો પિતા તરફથી ભવિષ્યમાં મળવાપાત્ર હતો તે ભગવાને છીનવી લીધોછે..
ભલે ઇશ્રવરને જે ગમ્યુ તે કદાચ તેના માટે યોગ્ય હશે..પણ પરિવાર માટે તો એ એક દુ:ખદ ઘટના જ ગણી શકાય.
ઘરની બહાર સૈ નાના બાળકો સાથે ફુદળી રમતા તેમના આ બાળકોને ભવિષ્યમાં તો પિતાની યાદ જરુર આવશે..કદાચ પછી તો તેઓ તેમને ચહારો પણ તેઓ ભુલી ગયા હશે..સમય દરેકને ઘણુબધુ ભુલાડી દેશે..એજ તો કુદરતની એક અજીબ રમત હોયછે જેથી તમે તેમને વારંવાર યાદ કરીને તમારી બાકી ખુશીનો સમય બદબાદ ના કરી શકો..નવો દિવસ એક નવી જ ખુશીનો દિવસ તેમ સમજીને તમે તમારા ભવિષ્યના કામ માટે હમેશા ફરી કાયઁરત રહી શકો...
ઓમ શાન્તી..શાન્તી..શાન્તી.