લડવું પડે તો લડી લેવાનું
વીજળી જેમ ત્રાટકી લેવાનું
હથિયાર ખાલી મ્યાનમાં નહીં
જરૂર પડે ત્યાં ચલાવીય લેવાનું
ગુસ્સો બહુ દબાવો નહીં
જરૂર પડે ત્યાં કાઢીય લેવાનો
સાવ મૂંગુ થઈ જવવા નું નહીં
જરૂર પડે ત્યારે બોલીય લેવાનું
સાવ પેક થઈ ને જીવવું નહીં
જરૂર પડે ખુલી ને જીવીય લેવાનું
જીતેન ગઢવી