ગગન ચુંબી ઇમારત પાછળ એક શહેર ઊગ્યું
સભ્યતા અને ગામડું ગુમાવી એક શહેર ઊગ્યું
ફેશનમાં ફાટીને ધુમાડે ગયેલું એક શહેર ઊગ્યું
સમય વગરના લોકોની વચ્ચે એક શહેર ઊગ્યું
વ્યસન માં ગળા લગ ડૂબેલું એક શહેર ઊગ્યું
ટ્રાફિકના જાળામાં ફસાયેલું એક શહેર ઊગ્યું
લોકલ ટ્રેનના ડબ્બામાં જીવતું એક શહેર ઊગ્યું
ગંદકીનાં ઢગલા વચ્ચે દટાયેલું એક શહેર ઊગ્યું
બે પાઉં નાં ટુકડા માટે દોડતું એક શહેર ઊગ્યું
ફૂટપાથે મેલી ચાદર ઓઢેલું એક શહેર ઊગ્યું
જીતેન ગઢવી