ન માનો તમે સાચું કે હું મારામાં છું,
શોધી જુવો મને કદાચ હું તમારામાં જ છું...
ન કાઢો બહાનું ભીડ નું અહીં,
જઈને જુવો યાદો સાથે ના એકાંતમાં છું...
ન કરો ઉતાવળ પાવાની અહીં જામને,
મહોબ્બત ના ગમ માં ચકચૂર છું....
ન સમજો સવાલો છે આસાન પ્રણય ના,
જવાબો હજી શોધવામાં જ મશગુલ છું...
પારુલ ઠક્કર "યાદે"