આ. રેતના કણ
તારા વિશ્વાસે
વતન છોડયું
તને સાથ આપવા
હીઝરત કરી
ના તું એને છોડીને ચાલ્યું?
પાછા વળીને
એની દશા ન.નિહાળી
અલશિદા ન કરી
એ રેત રૂવે છે
તપે શું કહુ ઝરણ?
સમયે. સમયે
જુદાં રૂપ ધારો
જયારે જયાં બોલાવું
ત્યારે તમે આવો
વફાદારી તો તમે
ભરપૂર નિભાવો છો
મિત્રતાની તારી વાત છે ન્યારી
આંસુ આભાર માનુ છું તમારો!
ઉદાસી કટક લઇને તું આવે
હું એકલો
વળી નિઃશસ્ત્ર
ગિરફતાર થાઉ
તું મને બંદી બનાવ
અને પૂછ જે ઇચ્છા હોય તે માગ
મૈત્રી કે. દુશ્મની?
ત્યારે પોરસની જેમ
પૌરુષથી. કહીશ
ભારતીય સંસ્કૃતિપી પરંપરા
હું નહિ તોડું
અમારા જીવન મંત્ર મને ગમે છે
મને મારામાં સંતોષ છે
નશ્વરમાં શું માંગુ?
તું અતિથિ બન
દેવ માની તને હું સત્કારુ
તું મિત્ર બન
હુંસઘળું નિછાવર કરીિનાંખુ
પણ જે ખૂદની ભૂખ લઇ ભટકે છે
જગતને. લૂંટવા નીકળ્યો છે જે
એ...મને શું આપશે?
રહેવા દે તું પામર છે
તારામાં સામર્થ્ય કયાં છે?!