જે ઘડી તું ઓન લાઈન હોય છે ,
મારી તબિયત વેરીફાઈન હોય છે.
શું કરું આખી નિહાળીને તને,
તારી આંખોમાં જ વાઈન હોય છે.
જે ઉભા રહેતાં નથી લાઈન મહીં ,
એની પાછળ મોટી લાઈન હોય છે.
કોઈ કાગળ મામૂલી રહેતો નથી,
જેની નીચે તારી સાઈન હોય છે.
નાનું બાળક કઈ રીતે વાંચી શકે,
એની સામે અૅઈટીનાઈન હોય છે .
પ્રેમમાં આગળ વધી શું ફાયદો!
ત્યાં ખરેખર રેડલાઈન હોય છે.
શું લખે ચ્હેરા ઉપર 'સાગર' ગઝલ,
ચાંદથી ચઢિયાતી શાઈન હોય છે.
રાકેશ સગર, સાગર, વડોદરા