કેરળ રાજયમાં આ સિઝનની રુતુ ચોમાસામાં આવેલા ભયંકર પુરની પરિસ્થિતી જોવા મળી હતી..ગામોના ગામો વરસાદી પાણીમાં ડુબી જવા પામ્યા હતા..હજારોની સંખ્યામાં લોકો બેઘર બની ગયા હતા..ઘરની સાધન સામગ્રી પાણીના પ્રવાહમાં તણાઇ ગઇ હતી જેમ તેમ લોકોને ખાવાનુ તો સેવાભાવી સંસ્થાઓ તરફથી મળતુ હતુ પણ પહેરવાના એક જોડ કપડા ઉપર તેઓ દિવસો વિતાવતા હતા..કેમ કરીને બીજી જોડ પહેરવી તેવી સમસ્યા રોજબરોજ સતાવતી હતી! આ જોઇ ને સાંભળીને એક રેડીમેઇડ કપડા બનાવતા ઉદ્યોગપતિ ભાઇને જાણ થઇ...આ જાણીને તેમનુ દિલ વિચારવા લાગયુ કે મારા કપડાના ગોદાઉનમાં ઘણા કપડા પડેલા છે તો કેમ આવા લાચાર પરિવારોને આપીને એક સેવા કરવાનો લાભ ના લઇ લઉ!
બસ તેમના દિલમાં આપવાની ઇચ્છાને પ્રબળ બનાવીને તેમને તેમના કપડાના ગોદાઉનના દરવાજા દાન માટે ખોલી નાખ્યા..બોલ્યા લઇ જાવ તમારે જેટલા કપડાની જરુર હોય તેટલા..
આપનારો મને ફરી પણ આપશે ને ફરી પણ મારુ ગોદાઉન ફરી પાછુ આવુ જ ભરી આપશે..હુ મરી જાઉ તો કયા હુ આ બધુ ઉપર કે નીચે સાથે લઇને થોડો જવાનો છું! સાથે મને ગરીબ લોકોની દુવાઓ પણ મળશે...
શાબાશ આવા દિલદાર વેપારીને..
તે જાતે મુસલમાન છે ને નામે નૌશાદ છે
ને આપણે હોઇએ તો આવી પરિસ્થિતિમાં બે ના ચાર કરીએ..લુટો પ્રજાને લુટો..આવો મોકો ફરી જલદી નહી આવે..યાદ છે આપણા વડોદરામાં જયારે પાણી ભરાયા ત્યારે દુધની એક થેલીનો ભાવ પુરને લીધે બસો રુપીયા થઇ ગયો! બિચારા ગરીબ પરિવારો કેટલાય દિવસ ચા વગર રહ્યા ને નાના દુધ પીતા બાળકો તો દુધ પીધા વગર દિવસો વિતાવ્યા!
મા મા મને એક ગ્લાસ દુધ આપને...
ના ના બેટા આટલા પાણીમાં કોણ લેવા જાય..! બાળકો પણ પાણી જોઇને જરાક સમજી જતા કે પુરના પાણીએ આખા ઘરને ઘેરી લીધુ છે..તેમને કયાં ખબર હતી કે બહાર દુધના ભાવ અનેક ઘણા વધી ગયા છે.
લેવા જવાનુ તો એક બહાણુ છે...