ખોવાઈ ગયેલી હું
આજે ખુદ ને મળી
જોયું તો ઘણું દફન
હતું મુજ દિલ ની
કબર માં
ખોદાણ કર્યું દિલ નું
તો
નીકળી કંઇક અધૂરી
આશા, અરમાન
જે જાણે અજાણે
દફન કર્યા તા મે મારા
દિલ ના ખૂણે,
કબર માંથી નીકળેલ
આશા અરમાન પૂછે
મને કે શા માટે
દફન કર્યા અમને?
શું કહું તેમને લાચારી મારી
તેવી જ રીતે તો મે દફન
કરી મારી જાત ને કોઈ ખૂણે