ડાયરી.....
ભલેને હો મારી ડાયરીનું રફ પન્નુ,
આડી અવળી રેખાઓ, આકારો,
ચીતર્યા હો ભલે ને ચોતરફ,
ખરો કે ખોટો, હકીકત કે કલ્પના,
વિચારો ટપકાવ્યા જ્યાં જેમ તેમ,
ક્યાંક છેકછાક કરી હતી મેં,
તો ક્યાંક ઉમેર્યું હતું મેં,
હરએક સંદર્ભને કંઈક ખાસ રીતે,
અવતરણ મૂકી સજાવ્યાતા મેં,
ક્યાંક લાબું લખાણ મળશે તો,
ક્યાંક ટૂંકમાં ટકોર કરી હતી મેં,
જે રૂબરૂ કહી ના શકું હું એવુ પણ,
ડાયરી થકી રજુઆત કરી હતી મેં,
જાણું છું ઠોઠ નિશાળીયો છું હું,
તોય અસલ ડાયરી બનાવી હતી મેં,
ના કોઈ નકલ ના કોઈ બનાવટ,
જીવનની પારાશીશી દર્શાવી હતી મેં,
છે અઝીઝ દરેક પત્તુ મને એનું,
હૃદય આંખું ઠાલવ્યું હતું મેં,
કોઈએ માંગ્યું જો ઓળખ પત્ર મારું તો,
ડાયરી આખી હાથોમાં ધરી હતી મેં.
@ મેહૂલ ઓઝા