(1)
મા,
એક તુલામાં વિશ્વ ખજાનો,
બીજી તુલામા મા હો તુ
મને ખપે કેવળ તું....તું...તુ
તારા વાત્સલ્ય પાસે
ધનની વિસાત
ચપટીક ધૂળ જેટલી!
(2)
મા,
જીવન પાથેય રૂપે
તે આચરણથી. શીખવી છે
ત્યાગની બારાક્ષરી
જીવનમાં સ્નેહના મૂળાક્ષર
સંવેદનાના જળથી સીંચીને
મન લીલુછમ રાખવાનું
આંખૈ કરૂણાનું અંજન આંજવાનુંં
વર્તનથી શીખવ્યું છે
કોઇના સુખ માટે
ઢાલ થઇ જવાનું
આનંદનો ગુલાલ બની
વહેચાવાનું
સુખ ચંદન બનીને
ઘસાઇ જવાનું
જીવનની સુગંધ વિખેરતાં
સ્મિતના ફૂલ. વિખેરતાં
મટી જવાનું!
(3)
મા,
જીવનમાં અવનવા
રંગ ભર્યા તે
કયો-કેવો રંગ
તને ધરુ હું?
મા,
તે મારૂ શિલ્પ કંડાર્યુ
કહે તું
આ બધા જ ઉપકારો
ચૂકવવા શું હું કરૂ?
અશ્રુ અંજલિ ભરું
તોયે ઓછી છેં ...
કારણ....
તું. વહાલ વાદળી
થઇ વરસતી'તી
અંગે અંગે. ભીનાશ ફોરે
મઘમઘાટે મારૂ ઉર ફોરે
મનમયૂર થૈ ગાંડોતૂર
તાકી તાકી આંખો રાખે
ગગન ગોખની સામે!
બોલ હું શું કરૂ?
બોલ શુ