કાલે મિત્રો નું ટોળું ટોળે વળ્યુ
મસ્તી નું મસ્ત કુંડાળું કર્યું
ફોટો થી સૌ એકમેક ને વાનગી પીરસતાં
ફોટા થી મીઠાઈ નો રસાસ્વાદ માણતા
.....ભાઈ મને તો મજા પડી!
એકમેક ને ખૂબ બિરદાવતાં
ને પછી એકમેક ની ખૂબ ખેંચતા
ભૂત જીન ચૂડેલ નામો પાડતાં
એકમેક પર બોમ્બ હથોડા ફોડતા
.....ભાઈ મને તો મજા પડી !
જીભ કાપવા તલવાર ધરતાં
પાર્ટી પાડી ને પક્ષ તાણતાં
કૌતુક અે છે કે એકમેક ને ના ઓળખતા
તો ય વર્ષો જૂના મિત્રની જેમ. હરખાતાં
.....ભાઈ મને તો મજા પડી !
માતૃ ભારતી ના આશિષ થી સૌ થયા છે ભેગા
આજ ના જમાના ની આ છે ઓન લાઈન મજા
દોસ્તી આવી સલામત રહે સદા અે જ અમી વંદના !
.....ભાઈ મને તો મજા પડી!