કાશમીરમાં જયારથી 370ની કલમ હઠી ગઇછે ત્યારથી ત્યા તંગદીલી વધી ગઇછે..લશ્કરનો જમાવડો છે ચારો તરફ કરફયુનો માહોલછે..નાના મોટા બજારો બંધછે..લોકો આજ પણ ઘરમાં બેસી રહયાછે..પરંતુ અમુક જગયાએ અસર ઘણી ઓછી જોવા મળેછે..દુકાનો ખોલી શકાય..લોકોને અવરજવર કરી શકાય પણ..
ધમાલ..તોફાન..પથ્થરમારો..બિલકુલ નહી દેશના સૈનીકો ખડે ને પગે તંગ બનેલી પરિસ્થિતી શાન્ત બને તેની રાહ જોઇને ચોકી કરી રહયા છે..આમાં વળી પાકિસતાન તરફથી કંઇ પણ છમકલુ ના થાય તે પણ જોવાનુ છે...આવી તંગ બનેલી પરિસ્થિતીમાં સરહદે બેઢેલા આતંકવાદી ભારતમાં આવીને કંઇક ધમાકો કરવા રાહ જોઇને જ બેઠેછે તેમની ઉપર પણ દેખરેખ રાખવાનુ કામ આપણા સૈનિકોનુ છે..એટલે કે તેમની ઉપર જવાબદારી વધુ પ્રમાણમાં
છે તેમ કહી શકાય..
હમણાં પાકિસતાને સમજોતા ટ્રેન ને સમજોતા બસ પણ પોતાની બોર્ડર ઉપરથી જ આવવા માટે રોકી દિધી છે
ને હવે તો ભારતમાંથી જતો માલસામાન ઉપર પણ તેને રોક લગાવી દિધીછે..ભારતથી જતા લાલ લાલ ટામેટાં પણ લેવાનો ઇન્કાર કરી દિધો છે..માટે હવે ત્યા ટામેટાંનો ભાવ એક કિલોના તણસો પાકિસતાની રુપીયા થઇ ગયો છે..અધધધધ!
શુ ખાશે પાકિસ્તાની પ્રજા આવા મોઘા ભારતીય ટામેટાં! પણ હા આપણને પણ થોડોક ફરક તો પડવાનો જ છે તે છે આંખમા આંસુ લાવતી ડુંગળી..
ભારતીય ડુગળીની પેદાશ સામે તેનો વપરાશ પણ અનેક ઘણો છે માટે આપણને તે ખોટ પુરી કરવા પાકિસ્તાન ભારતને ડુંગળી આપેછે તે ઘણાને ખબર નહી હોય..
ગમે તેમ આમ કયા સુધી ચાલશે તે તો સમય જ કહી આપશે પણ આપણે આશા રાખીએ કે આપણા કાશ્મીરમાં 370ની કલમ હઠી જવાથી હવે ત્યા જલદી શાન્તી સ્થપાય તેમ આપણે પણ ઇચ્છીએ...જ.
આવી તંગ પરિસ્થિતીમાં પણ એક નાનુ બાળક પોતાની નાની સાઇકલ લઇને આંટા મારતુ કદાચ વિચારતુ હશે કે આ બધુ શુ છે! અમારા કાશ્મીરમાં! સૈનિકો પણ તેને જોઇને મનોમન હસેછે..છે ને વિચારેછે કે છે આ નાના બાળકને કોઇનો ડર!!!