સાંભળ્યું છે મેં કે..
દેવોની પાસે અમરાપુરીમાં
કલ્પતરૂ છે
એટલે તો રોજ રોજ
સુખમાં સેવારા મારે છે
ચોમેર છે. સુખ...સુખ..સુખ
જળરૂપે
થળ રૂપે..સુખ...સુખ...સુખ
દેવોને કયાં ખબર છે કે
કેવળ કલ્પતરૂ પર એમનો ઇજારો નથી!
મરતપુરીમાંય ભાનવ પાસે
"મા"રૂપી કલ્પતરૂ હોય છે!
મારી પાસેય હતું
"મા"રૂપી કલ્પતરૂ
જે કવચ બની ચોમેરથી
મારી રક્ષા કરતું હતું
આગળ-પાછળ,આસપાસ
પણ જે દી"મા" ગઇ
ચોમેર વરસે છે દુઃખ...દુઃખ...દુઃખ!