તું યમદૂત બનીને આવી જા
કાળ રડાવે એમ જ
ભરખી જા
તોયે હું શોર નહીં મચાઉં જા
ને હું તો તારામાં સમાઈ
જઈશ જા
પછી શું ભવોભવ જીવે જઈશ
બસ તારામાં
પછી તારા આવવાની રાહ
નહીં જોવી પડે મારે
પછી હુંયે ઘડીક યમલોક,
ઘડીક દેવલોક અને કદિક
જીવલોકમાં ભટક્યા
કરીશ જા
પછી શું? ભવોભવનો સાથ
એ જ મારું સ્થિર રહેઠાણ..
-આરતીસોની©