હું એક શિક્ષક છું.
કક્કો શીખવાડીને તમને કલેકટર બનાવું.
પાટી માં પેન ચલાવતાં અને
આકાશ માં પ્લેન ચલાવતાં કરૂં.
માટીમાં રમકડાં બનાવતાં તમને
એન્જિનિયર બનાવું.
પીંછી પકડાવી પળવારમાં ચિત્રકાર બનાવું.
નખ અને વાળ કાપીને
તંદુરસ્તી આપનાર ડૉક્ટર બનાવું.
ઢોલક ખંજરી બજાવતાં તમને
સંગીતકાર બનાવું.
પ્રયોગોની કેડી પાથરીને વૈજ્ઞાનિક બનાવું.
હું ગમું જો તમને તો....
મારા પ્રતિબિંબ જેવા શિક્ષક બનાવું
અને..... જો તમારે કઇ બનવું જ ના હોય ,
તો પણ તમને "માનવી" તો બનાવું જ
કારણ કે.....
હું એક શિક્ષક છું..
- શીતળ છાયા ની ઓથે.....