*જમાઈ*
વાત સરુ કરે ગમે એક બીજાને બન્ને,
છોકરા છોકરી જોઈ રહે ગમે આ મને.
બંને બંધાયા સગાઈ નાં સંબંધમાં,
ત્યારે જન્મ્યા મોંઘેરા આ જમાઈ.
સામ સામે હરખથી વેચાઈ મીઠાઈ,
કહે સાસરીમાં સરસ મળ્યા જમાઈ.
લાડલી ને લાડથી પ્રેમે કરે વિદાઈ,
જીવનની અમારી પુંજી સાચવજો જમાઈ.
પરણીને સાસરે પહેલી વાર જાય જમાઈ,
ખુબ વ્હાલથી થાળી છપ્પન ભોગની પિરસાઈ.
સાળા સાળી આગ્રહ કરીને જમાડે,
છતાં પહેલી વાર સરમાય જમાઈ.
ઘરમાં રંક બની રહેતા સાસરે જઈ કરે બહું રાજા જેવી કરે મોટાઈ,
નર કહે સાચો એ જે સુખ દુઃખમાં સાથ આપે સારો એ જમાઈ.
નારાણજી જાડેજા ગઢશીશા
નર
મુન્દ્રા કરછ