ઉજાસ
ચાલને આજ કવિતા બનીયે,
શબ્દોની સરિતા બનીયે,
ડુંગર -દરિયો, રણ -મેદાન
સર્જનહારની સુંદરતા બનીયે.
મેઘ ધનુષ ના રંગો બનીયે,
હર્ષ ઉલ્લાસ ઉમંગ બનીયે,
સ્નેહ ના ઝરણાં, હેતની હેલી,
મેહૂલીયાની આતુરતા બનીયે.
ઝાંકળ ની ભીનાશ બનીયે,
પર્ણ ની લીલાશ બનીયે,
વૃક્ષ ની છાંયા, પુષ્પ ની ફોરમ,
કુદરત ની ઉજાસ બનીયે.
@ મેહૂલ ઓઝા