ગઝલ- જો દોસ્ત બેઠા હોય !
બધું ચપટીમાં છૂમંતર અગર જો દોસ્ત બેઠા હોય !
તને અઘરી નહીં લાગે સફર જો દોસ્ત બેઠા હોય !
સતત આખુંય મ્હેકે, મઘમઘે એની હયાતીથી,
કદી ફિક્કું નથી પડતું નગર જો દોસ્ત બેઠા હોય !
સ્વજન આવી અને બેસે તો તો ટૂંકી બહર જેવું,
પરંતુ થાય છે લાંબી બહર જો દોસ્ત બેઠા હોય !
સમયને હોય ખાલીપો ને એવી કોઈ વેળાએ,
સમયને થાય પીધાની અસર જો દોસ્ત બેઠા હોય !
-કૌશિક પરમાર 'ઉસ્તાદ'