પ્રિયે,
તારા વિના આજે
આ પૂર્ણિમા નો ચંદ્ર
સાવ જ નિસ્તેજ છે..
વાદળોની પાછળ ઢંકાઈ ને
તો ક્યારેક થોડું ડોકાઈ ને
ટીખળ કરે છે મારી..
કહી રહ્યો હોય જાણે
કે નહિ જ આપું આજે તને
શીતળ ચાંદની..
રહે તરસ્યો... રહે સળગતો..
રહે ઝૂરતો...
તે પણ જોયો હશે ને એને..
સમજાવ ને થોડો..
અથવા તો મને સમજાવ...!!!
- હાર્દિક (૨૯/૦૫/૨૦૧૮)