મુસાફર બનીને જ આવ્યો હતો આ જગમાં
સમય આવ્યે મારે પણ જવાનું હતું ધામમાં ..
પણ આવીને તે મિત્રતા નો હાથ શું લંબાવ્યો!!
જીવાડી ગયો મને દોસ્ત તારા વિશાળ હદયમાં
હવે કયાં મજા છે એ સ્વર્ગના સુખ માણવામાં
હવે તો જીવવું તારી સંગાથે આજ દુનિયામાં..
તું જ જોને ખુદ 'ઈશ' વશે છે આ દોસ્તીમાં
પવિત્ર બંધન બીજું કોઈ જ નથી આ સંસારમાં..
-કુંજદીપ.