રચના :-....
શોધ ના પથ્થર થકી ભગવાન સઘળા,
એક મા છે,ઘર મહી ભગવાન સઘળા.
સુખ ભલે ના આપતો તું ચાલશે પણ,
દુખ દે તો મળશે નહી ભગવાન સઘળા.
મા કદી એ,ના કહે જાત્રા જવું છે,
વાંચ એનું મન પછી ભગવાન સઘળા.
બેસ ખોળામાં તું મા ની પાસ-પાસે,
હોય ચાહત ત્યાં લગી ભગવાન સઘળા.
પીરસે ભોજન મને હરખાય છે,મા!
કયાં મળે આવા કદી ભગવાન સઘળા.
નીતા પટેલ