દિલ થી હંમેશા સાફ રહી, પણ તો ય ન કોઈ ની ખાસ રહી...
સમય સાથે તાલ મેળવતી, પણ તો ય કાયમ લાસ્ટ રહી...
રાખ્યો હતો પોતાનાઓ પર વિશ્વાસ, એટલી જ મારી સમજણ માં કચાશ રહી...
ઝરમર વહેતુ ઝરણું ય ન મળ્યું, કાયમ પ્યાર ના ધોધ ની પ્યાસ રહી....
ઉભી રહી યાદો ની અટારી એ, પલ-પલ એના પાછા ફરવાની આશ રહી..
હતી છવાયેલી આથમતી સંધ્યા,
તો ય ઉગામતી ઉષા ની છાંય રહી...
પારુલ ઠક્કર. "યાદે"