ચિરંતન મુલ્ય-વાળા શબ્દનો શણગાર આવે છે
ગઝલ મારી અને લોકોનો જીવનસાર આવે છે
અમારી વાતમાં દમ છે એ કહેવાને શરમ શાની!
અમારા શબ્દમાં જ્યાં સત્યનો સ્વીકાર આવે છે
અહમ-ત્યાગીઓની જ્યારે સભામાં જાંઉં છું ત્યારે
ગઝલ મારી પઢું ત્યારે દુઆ ચીક્કાર આવે છે
નકામાં નામ મોટા રાખવાથી ફાયદો શું છે
પછી કરતૂત એના પેપરોમાં બ્હાર આવે છે
સુફી જેવો બધાને લાગું એનું એક કારણ છે
ગઝલમાં ઇશ્ક સાથે બંદગીનો ભાર આવે છે
અહી ભાષાનો વૈભવ ચો-તરફ દેખાય છે સૌને
અમારા શબ્દમા જ્યાં નાગરી ઉપહાર આવે છે
ઘણી વખતે શરમ નેવે મૂકી દેવી પડે ત્યારે
અમારા શબ્દમા બેઉ તરફથી વાર આવે છે
કદી પીડા વિશે પ્રશ્નો પૂછો તો જાણવા મળશે
અમારી જિંદગી આખીનો ત્યા ચીતાર આવે છે
મહોતરમાથી આગળ હું વધી શકતો નથી દોસ્તો
મને જોઈ ઘણી માનૂનીઓને પ્યાર આવે છે
– નરેશ કે.ડૉડીયા
-------------------------------
મિત્રો મારા પેજની લિંક આપના મિત્રો સાથે શેર કરશોજી અને લાઈક કરવાનુ કહેશોજી
https://www.facebook.com/Naresh-K-Dodia-782034368811941/