વર્ષાનાં છમછમમાં સંગીત,
પંખીનાં કલરવમાં સંગીત...
ઝરણાનાં ખળભળમાં સંગીત,
સરિતાનાં ખળખળમાં સંગીત...
બાળકનાં રૂદનમાં સંગીત,
જોબનની હાંસીમાં સંગીત...
ઘડપણની શિક્ષામાં સંગીત,
જીવન પણ પોતે એક સંગીત...
જ્યાં જોઈએ ત્યાં છે સંગીત,
કહો જોઈએ ક્યાં નથી સંગીત?
તમન્ના (JN) લંડન