તમારા નયનથી જરા દૂર થઈ ને ,
જીવુ છું જગતમાં હું મશહૂર થઈ ને.
સડકની નીચે બોમ્બ હોવાની શંકા,
ફરું છું નગરમાં બહાદૂર થઈ ને.
પિતા પુત્ર પાસે ય માંગે સહારો,
ન કોઈ જીવે આમ મજબૂર થઈ ને.
જે માણી હતી માણતા એ ફળી ગઈ,
નદી ઘર સુધી આવી પણ પૂર થઇ ને.
તને વાંસળી સમજી હોઠેં અડાડી,
ભીતર વ્યાપી ગઈ તું પ્રણયસૂર થઈ ને.
સમજદારી થોડી જરુરી છે સાગર,
કરૂં શું કહો આમ ચકચૂર થઈ ને.
રાકેશ સગર, સાગર, વડોદરા