પરિવાર હાઉસ
મારે દાદી દાદા કેમ નથી ? સ્કૂલે થી ઘરે આવતા જ સાત વર્ષ ના યુગે એના મમ્મી ને પૂછ્યું. કેમ આવો પ્રશ્ન પૂછે છે યુગ મમ્મી એ બે - ત્રણ મિનિટ પછી યુગ સામે જોઈને પૂછ્યું. આજે મારા ક્લાસ માં ગ્રાન્ડ પરેન્ટ્સ વિશે બોલવાનું કીધું , મારા બધા ક્લાસમેટ્સ એમના દાદી દાદા વિશે કેટલું બધું બોલ્યા. પણ હું.. હું કઈ જ ના બોલી શક્યો કારણ કે મારે દાદી દાદા છે જ નહિ. બોલ ને મમ્મી મારે દાદી દાદા કેમ નથી ? મમ્મી કઈ જવાબ આપે કે સમજાવે તે પહેલાં જ એના પપ્પા એ જવાબ આપ્યો . બેટા કારણ કે મારા મમ્મી પપ્પા તો હું નાનો હતો ત્યારે જ મને મૂકી ને ભગવાન પાસે જતા રહ્યા હતા. પપ્પા એક કાર એક્સીડન્ટ માં અને મમ્મી કાર એક્સીડન્ટ પછી આવેલી બીમારી માં . . બસ એટલું બોલી યુગના પપ્પા અટકી ગયા. મીઇન્સ મારા દાદા દાદી ક્યારે નહિ આવે? યુગે ઉદાસી ભર્યો ચહેરો પપ્પા સામે કરીને પૂછ્યું. ના બેટા. પપ્પા એ પણ ઉદાસી ભર્યા અવાજ માં જ જવાબ આપ્યો. યુગ એમનો એમ બેગ હાથ માં લઇ રૂમમાં જતો રહ્યો . બેગ બેડ પર જોરથી ફેકી ને પછી સૂઈ ગયો. બે ચાર દિવસ એ આમ જ અપસેટ રહ્યો. પણ એક
અઠવાડિયા પછી..
મમ્મી .. મમ્મી મને દાદી દાદા ને પાછા લાવવાનો આઈડિયા મળી ગયો.. યુગે સ્કૂલે થી આવતા જ એના મમ્મી ને કહ્યું. શું? દાદી દાદા ને લાવવાનો આઈડિયા ? યુગ પપ્પા એ તને કહ્યું હતું ને કે દાદી દાદા આ દુનિયામાં નથી રહ્યા તો તું એમને પાછા કઈ રીતે લાવી શકે.. મમ્મીએ યુગને સમજાવ્યો. અરે પણ મમ્મી મારી વાત તો સાંભળ .યુગ પોતાનો આઈડિયા સંભળાવવા તત્પર હતો . હા બોલ કઈ રીતે લાવીશ દાદી દાદા ને? પેલો કયો વર્ડ કહ્યો હતો મેમ એ.. બોલી ને યુગ વિચાર કરવા લાગ્યો . પછી પૂરો શબ્દ યાદ ના આવતા એણે મમ્મી મે સ્પેલિગ બોલી સમજાવવા ની કોશિશ કરી a. d. o .p. t. i. o. n... આના થી. યુગ ના બોલેલા સ્પેલીગ મમ્મી સમજી ગઈ હતી , એટલે એમણે હસતા હસતા યુગ ને પૂછ્યું બેટા આ શબ્દ તે ક્યાં સાંભળ્યો?
મમ્મી અમારી સ્કૂલમાં મેમ વાત કરતા હતા ત્યાં જ . ઓકે. તને આ શબ્દ નો મીનીગ ખબર છે બેટા? મમ્મી એ યુગ ને પૂછ્યું . હા ..આ વર્ડ માં જ તો આઈડિયા છે દાદી દાદા ને પાછા લાવવાનો .યુગે ખુશ થતા કહ્યું. શું? અડોપશન ?દાદી દાદા ને લાવવા નો રસ્તો ? હા .. મમ્મી મે જ્યારે આ શબ્દ નો મિનીગ મેમ ને પૂછ્યું તો એમણે મને સમજાવ્યું કે ભગવાન કોઈ છોકરાઓ ને જલદી પોતાની પાસે બોલાવી લે કે પોતાની પાસેથી એની મમ્મી પાસે મોકલે j નહિ તો મમ્મી પપ્પા જે છોકરા ના મમ્મી પપ્પા ના હોય એમને પોતાની સાથે રાખી શકે . મમ્મી મારા દાદી દાદા ને પણ તો ભગવાને જલદી જ એમની પાસે બોલાવી લીધા છે ને .. ચાલ ને આપણે પણ દાદી દાદા નું અડોપ્શન કરીએ.. કોઈ તો હશે ને જેને પપ્પાની જરૂર હશે. કોઈ તો હશે ને જે મારા દાદી દાદા બનશે.. યુગ બોલતો રહ્યો ને મમ્મી સાંભળતી રહી . મમ્મી ચાલ ને..યુગ બોલ્યો .