શી ખબર મારાથી શું છૂટી જાય છે,
બાર સાંઘુ ને તેર તૂટી જાય છે.
બંઘ શ્રઘ્ઘાનો ત્યારે ફૂટી જાય છે,
લોક ઘરના ઘરમાં જ લૂટી જાય છે.
એક-બે આવે તો મનાવી મન લઉં,
જખ્મ મારા ૫ર કૈંક તૂટી જાય છે.
બાગબાનીમાં એમ તો માહેર છું,
તોય ચાહતના ફૂલ ખૂટી જાય છે.
પ્રેમનો આખર હોય છે અંજામ એ,
હા ભણીને સૌ સાવ છૂટી જાય છે.
© જયેશકુમાર 'જયલા'